ભારતની બીજી સ્કોર્પીન ક્લાસ સબમરીન INS ખંડેરી આજે નૌસેનામાં સામેલ થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફની હાજરીમાં INS ખંડેરી સાથે P-17A વર્ગના પહેલાં સબમરીન INS નિલગિરી અને જંગી જહાજને રાખવા માટે ડ્રાયડૉકનું પણ મુંબઈ નેવલ ડોકયાર્ડ પર ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. 300 કિલોમીટર દૂર આવેલા દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા INS ખંડેરી ધરાવે છે.