ભારતના નૌકાદળને પાણીમાં વધુ શક્તિશાળી બનાવવા રક્ષા મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ન્યુક્લિયર મિસાઇલ સબમરીન INS અરિઘાતને ગુરુવારે (29 ઓગસ્ટ) સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવી છે. તમામ પરમાણુ હથિયારો સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ આવે છે. જે માત્ર પીએમઓના આદેશ પર કામ કરે છે. સબમરીન અરિઘાત ભારતની બીજી ન્યુક્લિયર મિસાઈલ સબમરીન છે. ભારત પાસે પહેલેથી જ INS અરિહંત છે. આ ન્યુક્લિયર મિસાઈલ સબમરીનને નેવીમાં કાર્યરત કરવામાં આવી છે પરંતુ તે સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ હેઠળ જ કામ કરશે.