મોદી સરકાર દ્વારા જીએસટી હેઠળ રચાયેલ નફાખોરી વિરોધી સ્કોડ (પેનલ) હવે દેશભરમાં સક્રિય થશે. આ પેનલ દ્વારા ઈ-કોમર્સ કંપનીઓના ખાતાઓની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે અને આડકતરા વેરા વિભાગના વડાને પત્ર પણ લખવામાં આવ્યો છે. આ અગાઉ નફાખોરી વિરોધી સ્કોડ દ્વારા ફલીપકાર્ટના કેસના આધાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઓની તપાસ કરવાની ભલામણ કરવામાં આવી હતી.