ગુજરાતના બહુચર્ચિત મગફળી કૌભાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા નિવૃત્ત જજના તપાસપંચ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર જ્યારે જ્યારે ભ્રષ્ટાચારમાં ઘેરાય છે ત્યારે બચવા માટે તપાચપંચની રચના કરે છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધી અનેક તપાસપંચો બનાવ્યા પણ આજ સુધી તપાસ પંચોનો રિપોર્ટ લોકો માટે મૂકાયો નથી, તપાસ પંચ માત્ર એક નાટક છે.