ગંદા પાણીને શુદ્ધ કરતા પ્લાન્ટની જગ્યાએ ફ્લોટિંગ ગાર્ડન થકી સાબરમતીના ગંદા પાણીને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ ફ્લોટિંગ ગાર્ડન હાલ 12.5 ચોરસમીટરમાં બનાવાયો છે. ચોરસમીટર દીઠ ગાર્ડનનો ખર્ચ હાલ રૂ. 20 હજાર છે પણ તે ઘટાડી 10 હજાર કરવાની યોજના છે. પ્રાયોગિક ધોરણે અમદાવાદના ડફનાળા પાસે સાબરમતી નદીમાં આ ગાર્ડન શરૂ કરાયો છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો 200 ચોરસમીટરમાં ફ્લોટિંગ ગાર્ડન મૂકાશે. નદીમાં પાણી છોડવામાં આવે કે પૂર આવે તો પણ આ ગાર્ડન તણાઈ ન જાય તે રીતે તેનું એન્કરિંગ કરાયું છે.
ત્રણ પ્રકારના ખાસ લેયરો સેટ કરવામાં આવ્યા છે
ગાર્ડનની વિશેષતા એ છે કે, તે 3 લેયરનો છે અને સૌથી નીચે બેક્ટેરિયાનું લેયર છે. આ એવા બેક્ટેરિયા છે જે પાણીને શુદ્ધ કરે છે. બીજા લેયરમાં સોઈલ મૂકવામાં આવી છે, જે ભેજ જાળવી રાખશે. સૌથી ઉપરના લેયર પર કેના, અમ્બ્રેલા પામ અને એલિફન્ટ ગ્રાસ જેવા એક્વાટિક પ્લાન્ટ ઊગાડવામાં આવશે. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે, તેના મૂળિયાં સીધા પાણીમાં જાય છે અને પાણીમાંથી પોષણ મેળવે છે.