ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ (CR Patil) આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. સોમનાથમાં સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવ (somnath temple) ના દર્શન કરી સીઆર પાટીલે સૌરાષ્ટ્ર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સીઆર પાટીલ આજથી 22 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. ધાર્મિક સ્થાનો, સહકારી આગેવાનો, સમાજના આગેવાનો અને સૌરાષ્ટ્રના નેતાઓ સાથે પણ બેઠકો યોજશે. સીઆર પાટીલની આ સૌરાષ્ટ્ર યાત્રા આવનારી ચૂંટણીઓ માટે ખુબ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે સોમનાથમાં સ્વાગત કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલ ઈજાગ્રસ્ત થયા હતા. સીઆર પાટીલના સ્વાગતમાં ફોડવામાં આવેલ ફટાકડો તેમની આંખમાં પડ્યો હતો.
ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ફટાકડાને કારણે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના સ્વાગતના ઉન્માદમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ફટાકડું ફૂટીને તેમની આંખમાં ગયું હતું. જેથી ઈજાગ્રસ્ત થયેલા ભાજપના પ્રદેશ પ્રમુખને આંખના સર્જન પાસે સારવાર અર્થે લઈ જવાયા હતા. તેમના અભિવાદન સમયે પુષ્પ વર્ષા માટે રાખેલ ગનમાંથી વિસ્ફોટ થયો હતો.