18 એપ્રિલે ગુજરાત સરકારે રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓને ખાસ કરીને ગંભીર સ્થિતિવાળા સંક્રમિત લોકોની સારવાર માટે પ્લાઝમા ચઢાવીને ઉપચાર કરવાનો નિર્ણય કર્યો છે. આ કડી હેઠળ અમદાવાદની સ્મૃતિ ઠક્કર ગુજરાતની પ્રથમ પ્લાઝમા ડોનર બની છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવાયું છે કે, આવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્મૃતિ ઠક્કરે પહેલ કરીને કોરોના વાયરસથી ઠિક થઇ ગયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટેનો સંદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, સારવારની આ રીત હેઠળ, કોવિડ-19થી બધી જ રીતે ઠિક થઇ ગયેલા દર્દીના શરીરમાંથી પ્લાઝમા લઇને ગંભીર સ્થિતિવાળા દર્દીને ચઢાવવામાં આવશે, જેથી તેનું શરીર વાયરસ સામે લડવા માટે એન્ટીબોડીઝ બનાવી શકે. એન્ટી બોડી એક પ્રકારનું પ્રોટીન હોય છે, જેનું નિર્માણ પ્લાઝમા કોશિકાઓ કરે છે અને રોગપ્રતિરોધક તંત્ર તેનો ઉપયોગ કરીને જીવાણું અને વિષાણુંને ખત્મ કરે છે.