આવકવેરા વિભાગે ટેક્સથી છૂટ પ્રાપ્ત કરનાર ધાર્મિક સંસ્થાઓ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ આ સંસ્થાઓને એ માહિતી પણ આપવી પડશે કે તેમની પ્રવૃત્તિઓ ફક્ત ધાર્મિક છે અથવા ધાર્મિક ઉપરાંત ધર્માર્થ છે.
નવા નિયમો એક ઓક્ટોબર, ૨૦૨૩થી અમલમાં આવશે. નવા નિયમો અનુસાર ધર્માર્થ સંસ્થાઓને એવા લોકોની માહિતી આવકવેરા વિભાગને આપવી પડશે જેમણે બે લાખ રૃપિયાથી વધુનું દાન એક જ દિવસમાં આપ્યું છે. જેમાં દાન આપનારાઓના નામ, સરનામા અને પાન નંબર સહિતની માહિતી આપવી પડશે.