ચાલુ વર્ષે ઉનાળામાં શાકભાજીઓના ભાવ પર નજર રાખવાની જરૃર છે કારણકે ભારતીય હવામાન વિભાગે વધારે ગરમી પડવાની આગાહી કરી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં દાસે જણાવ્યું હતું કે આરબીઆઇનો મુખ્ય ઉદ્દેશ ફુગાવાના દરને ટકાઉ ધોરણે સરકારના નિર્ધારિત ચાર ટકાના લક્ષ્ય સુધી લાવવાનો છે. અંતિમ તબક્કો ખૂબ જ પડકારજનક છે.