દેશનાં આર્થિક મોરચે એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીએ માઝા મૂકતા ઓગસ્ટમાં રિટેલ મોંઘવારીનો આંક વધીને ૩.૨૧ ટકા થયો છે. આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીનાં બજેટ ખોરવાઈ ગયા છે. આમઆદમી મોંઘવારીની ચક્કીમાં પિસાઈ રહ્યો છે આમ છતાં સરકારનાં સબ સલામતની આલબેલ પોકારી રહી છે. ઓગસ્ટમાં આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવ વધતા ફુગાવો નિરંકુશ બન્યો છે. દેશમાં બેકારી ચિંતાજનક રીતે વધી રહી છે. ઓટો ઉદ્યોગ મંદીમાં ઘેરાયો છે. થોડા દિવસ પહેલા જીડીપી ગ્રોથ રેટ ઘટવાના નિરાશાજનક આંકડાઓ આવ્યા હતા. આઠ ચાવીરૂપ ક્ષેત્રનો ગ્રોથ રેટઘટયો હતો. આ બધા પરિબળો ઈકોનોમીમાં મંદીનાં સંકેતો આપી રહ્યા છે ત્યારે રિટેલ ફુગાવામાં વધારાએ આમઆદમીની કમર બેવડ વાળી દીધી છે.