કોરોનાકાળમાં આર્થિક કટોકટી વચ્ચે ભારતને સોમવારે બમણો ફટકો પહોંચ્યો છે. એકબાજુ અનાજ અને ઈંધણના ભાવમાં વધારો થવાને પગલે રિટેલ ફુગાવાનો દર માર્ચ મહિનામાં ચાર મહિનાની ઊંચી સપાટીએ ૫.૫૨ ટકાના સ્તરે પહોંચ્યો હતો. બીજીબાજુ દેશના અનેક શહેરોમાં આંશિક લોકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના પગલે ઓદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (આઇઆઇપી) ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન સંકોચાઈને ૩.૩૬ ટકા થયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે. અર્થતંત્રને આ બમણા ફટકાથી કોરોનાની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારને જીડીપીમાં સુધારાની ગતિ ઘટવાની ચિંતા છે.