શ્રીલંકાની ખસ્તા હાલત જોઈને વિશ્વના અન્ય દેશો પણ ચિંતામાં મુકાયા છે. લંકા જેવી હાલત હાલ તુર્કીની પણ છે. તુર્કીમાં માર્ચ મહિનાનો ફુગાવો 61.14 ટકા પર પહોંચ્યો હતો, જે 20 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. સોમવારે જાહેર થયેલ સરકારી આંકડા અનુસાર દેશમાં તમામ ચીજવસ્તુઓના ભાવ ભડકે બળી રહ્યાં છે.
દેશના અનેક પરિવારો માટે જીવન ખર્ચની કટોકટી વધતી જઈ રહી છે. ટર્કિશ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટે જણાવ્યું કે માર્ચમાં ગ્રાહક ભાવમાં અગાઉના મહિનાની સરખામણીમાં 5.46 ટકાનો વધારો થયો હતો. વાર્ષિક ફુગાવો ફેબ્રૂઆરીના 54.44 ટકાની સામે 61.14 ટકાએ પહોંચ્યો છે.