તેલ કંપની દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યોમાં ટેક્ષ અલગ-અલગ હોય છે અને તેના હિસાબથી એલપીજીની કિંમતોમાં પણ તફાવત હોય છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ મહિને 14.2 કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે 19 કિગ્રાના સિલિન્ડરમાં 76 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં 14.2 કિગ્રાના સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 809 રૂપિયાથી વધીને 834 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેની કિંમત 835.50 રૂપિયાથી વધીને 861 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈ ખાતે આ કિંમત 809 રૂપિયાથી વધીને 834 રૂપિયા અને ચેન્નાઈમાં 825 રૂપિયાથી વધીને 850 રૂપિયા થઈ ગઈ છે.
દિલ્હીમાં 19 કિગ્રા વજન ધરાવતા એલપીજી સિલિન્ડર ગત મહિને 1473.50 રૂપિયાના મળી રહ્યા હતા જ્યારે હવે તેની કિંમત 1550 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેની કિંમત 1544.50 રૂપિયાથી વધીને 1651.5 રૂપિયા, મુંબઈમાં 1422.50 રૂપિયાથી વધીને 1507 રૂપિયા અને ચેન્નાઈમાં 1603 રૂપિયાથી વધીને 1687.5 રૂપિયા થઈ ગઈ છે.