Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાનો પ્રપોક અને લોકડાઉન બાદ હવે ધીમે ધીમે જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. લોકડાઉન બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થશે. રાજકોટના ભક્તિનગર GIDC, આજી જીઆઇડીસી, અટીકા GIDC,વાવડી કોઠારીયા GIDC,મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયા,સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફરી ધમધમતી થશે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી નથી.

તંત્ર દ્વારા રાજકોટમાં બુધવારે એક હજાર જેટલા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ઉદ્યોગકારોએ શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. રાજકોટમાં સવારે 8 થી 6 વાગ્યા સુધી જ ઉધોગોમાં કામ ચાલુ રાખી શકાશે.

ઉદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ -ફરજીયાત માસ્ક, કામદારોનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેક્ટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ