ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા આપણી વચ્ચે નથી રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને મુંબઈની એક હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી NCPA ખાતે જનતાના સન્માન માટે રાખવામાં આવશે.
86 વર્ષીય ઉદ્યોગપતિ રતન ટાટાએ આ અઠવાડિયાની શરૂઆતમાં લોકોને ખાતરી આપી હતી કે તેમને વય-સંબંધિત સ્વાસ્થ્ય પરિસ્થિતિઓ સંબંધિત નિયમિત તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા