કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારે જારી કરાયેલા આંકડા અનુસાર જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૦.૪ ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને પાવર જનરેશન સેક્ટરમાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી) અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૧૧.૧ ટકા, માઇનિંગ સેક્ટરમાં ૧૩ ટકા અને પાવર જનરેશન સેક્ટરમાં ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનના કારણે માર્ચ ૨૦૨૦થી મોટી સંખ્યામાં ઉદ્યોગો બંધ રહ્યાં હતાં. કંપનીઓ બંધ રહેતાં ઉત્પાદન પર વિપરીત અસર થઇ હતી. ત્યારપછી સમયાંતરે સરકારે નિયંત્રણો હળવા બનાવવા લાગતાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો હતો.