કોંગ્રેસથી છેડો ફાડીને છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનમાંથી દૂર રહેનાર લડાયક મીજાજી એવા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ‘નાગરિક સમિતિ’ના નામે નવો મોરચો રચવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, મનપાની આગામી ચૂંટણીમાં તમામ 72 બેઠક પર ‘નાગરિક સમિતિ’ના ઉમેદવારોને લડાવવાની રણનીતિ નક્કી કરી હોવાની પણ વાત બહાર આવી છે.