ઈન્ડોનેશિયામાં શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.
આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડતી જોવા મળે છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.