ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના માર્ગમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી કમલમ સુધીના નવ કિલોમીટરના માર્ગની બન્ને સાઇડે ચિક્કાર જનમેદની મોદીને જોવા માટે ઉમટી પડી હતી.
માર્ગમાં ઠેરઠેક મોદીને ઢોલ-નગારા અને ડીજેના સંગીતના તાલે આવકાર આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન સવારે 10 કલાકે અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ચીફ સેક્રેટરી પંકજકુમાર સહિત પ્રોટોકોલના અધિકારીઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.