પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસમાં બન્ને વચ્ચે આ પહેલી મુલાકાત હતી. ઇમરાને ટ્રમ્પને અપીલ કરી હતી કે અમેરિકા કાશ્મીર મુદે દરિમયાનગીરી કરે. આ મુલાકાત પછી મીડિયા સાથે ચર્ચામાં ટ્રમ્પે કહ્યુંં હતું કે, ભારત-પાક. ઇચ્છે તો અમેરિકા કાશ્મીર મુદે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે એેવો દાવો પણ કર્યો હતો કે, બે અડવાડિયા પહેલાં જ ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ પણ મધ્યસ્થી કરવા વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે જો અમેરિકાની મધ્યસ્થીથી કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી શકે તો આનાથી વધારે સારી બાબત કોઇ હોઇ ના શકે. બીજી બાજુ, ભારતમાં અમેરિકાની મધ્યસ્થીની વાતનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત કાશ્મીર મુદે કોઇ પણ મધ્યસ્થીનો હંમેશાં વિરોધ કરે છે.