મેક્સિકોમાં ફરી એક વાર ખૂની સંઘર્ષ જોવા મળ્યો છે. મેક્સિકોના સૈન મેગુલ ટોટોલેપનમાં આવેલ સિટી હોલમાં બદમાશોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. ગોળીબારની ઘટનામાં લગભગ 18 લોકોના મોત થયા છે. મરનારા લોકોમાં મેયર પણ સામેલ છે. જ્યારે આ ગોળીબાર થયો તો, સિટી હોલ અને તેની આજૂબાજૂમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, કહેવાય છે કે, આ ગોળીબારમાં મરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ ઘટના પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી.