Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એશિયાની સૌથી મોટી લો કોસ્ટ એરલાઈન્સ ઈન્ડિગોના બે મુખ્ય પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટીયા વચ્ચે મોટો વિખવાદ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની દ્વારા કરવામાં આવેલી ૨૦ અબજ ડોલરની ડીલ આ વિવાદનું સૌથી મોટું કારણ છે. સૂત્રોમાં ગણગણાટ છે કે, ઈન્ડિગો દ્વારા જૂનમાં અમેરિકાની એક કંપની CFM ઈન્ટરનેશનલને LEAP-૧A એન્જિન સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ એન્જિનનો ઉપયોગ ભવિષ્યમાં એરબસ ૩૨૦ અને ૩૨૧માં ઉપયોગમાં લેવાનું આયોજન હતું. રાકેશ ગંગવાલ આ સોદાથી નારાજ હતા. મંગળવારે તેમણે સેબીને એક પત્ર લખીને આરોપ મૂક્યા હતા કે, રાહુલ ભાટિયા અને તેમની કંપનીઓ ઈન્ડિગોના અન્ય પાર્ટનરની જાણ બહાર શંકાસ્પદ વ્યવહારો કરે છે. ગંગવાલે આ પત્રની એક-એક નકલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી નિર્મલા સીતારામન, ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને મોકલી છે. ગંગવાલના પત્ર બાદ સેબીએ ઈન્ડિગો સામે લાલા આંખ કરી છે અને ૧૯ જુલાઈ સુધીમાં તમામ ખુલાસા કરવાનો આદેશ આપ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ