Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકના હુબલી ( Hubli ) ખાતે, ઈન્ડિગોની ફ્લાઈટ ( IndiGo flight ) નંબર 6E-7979 લેન્ડીગ કરતા સમયે, ટાયર ફાટ્યુ હતું. રન વે ઉપર ઉતરાણ કરતા સમયે જ ફ્લાઈટનું ટાયર ફાટવાના કારણે પાઈલટે ક્ષણવાર તો કાબુ ગુમાવ્યો હતો. પરંતુ તરત જ તેના પર સંપૂર્ણ નિયંત્રણ લઈ લેતા, તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરનો આબાદ બચાવ થયો છે.
કર્ણાટકના હુબલી ખાતે ગત મોડી સાંજે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. હુબલી એરપોર્ટ પર ઉતરતી વખતે ઈન્ડિગો ફ્લાઇટનું ટાયર ફાટ્યું હતું. જોકે, આ અકસ્માતમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E-7979 કેરળના કન્નુરથી કર્ણાટકના હુબલી આવી હતી. હુબલીમાં ઉતરતી વખતે વિમાનનું ટાયર અચાનક ફાટ્યું હતું. તે દરમિયાન પાઇલટે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી હતી, જેના કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બરમાંથી કોઈને પણ ઇજા પહોંચી ન હતી. જો કે એટીસીએ આજે વહેલી સવારે તમામ બાબત ક્લિયર કર્યુ હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ