દેશના સૌથી લાંબા વ્યક્તિ તરીકેનું બિરુદ મેળવનારા ધર્મેન્દ્ર પ્રતાપસિંહની અમદાવાદ શહેરની K.D. હોસ્પિટલમાં બંને પગની હિપ રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. તેઓ ઉત્તરપ્રદેશના લખનઉના પ્રતાપગઢના રહેવાસી છે. તેમની ઊંચાઈ 8 ફૂટ 1 ઇંચ છે. તેઓ વિશ્વ રેકોર્ડથી માત્ર બે ઇંચ નાના છે. અગાઉ નડેલા કાર અકસ્માતમાં તેમના થાપામાં થયેલી ઈજાના કારણે તેમને ઓપરેશન કરાવવું પડ્યું હતું.