Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાડોશી દેશ ચીન સાથેના સીમા વિવાદની વચ્ચે ભારતનો જાસૂસી સેટેલાઇટ કૌટિલ્ય ચીનના કબ્જા વાળા તિબેટ ઉપરથી પસાર થયો છે. સુત્રો અનુસાર આ રિપોર્ટ આવ્યા બાદ ચીનમાં હડકંપ મચી ગયો છે. ધ વૉલ્ફપેક નામના ટ્વીટર હેન્ડલે કૌટિલ્ય સેટેલાઇટના રૂટની તસવીરો શરે કરી છે, આ સેટેલાઇટને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન -ડીઆરડીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ભારતમાં મુખ્ય ગુપ્ત ઉપગ્રહે ચીનના કબજા વાળા તિબેટની ઉપરથી પસાર થતાં ચીન પીપલ્સ લિબરેશન આર્મીના ઠેકાણાઓનો ઘણીબધી તસવીરો કેપ્ચર કરી લીધી છે. એક અધિકારિક સુત્રએ કહ્યું કે ઉપગ્રહ કૌટિલ્ય, જે એક એલઇએનટી (ઇલેક્ટ્રૉનિક ગુપ્તચર) પેકેજ વાળુ છે. જેની ક્ષમતા સૈન્ય ઉદેશ્યો માટે ઉચ્ચ ગોપનીય ઓપરેશન અને પાસાઓને બારીકીથી સંરક્ષિત કરવાની છે. શનિવારે અરુણાચલ પ્રદેશની પાસે ચીની કબ્જા વાળા તિબેટમાં પીએલએના ઠેકાણાંઓ ઉપરથી પસાર થયો હતો.

સુત્રોએ જણાવ્યુ કે, દેપસાંગ સેક્ટરમાં ચીની સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. કેમકે સૈનિકો એલએસીના તેમના ભાગમાં ખોદકામ કરતા દેખાઇ રહ્યાં છે. પીએલએએ 2013માં પણ દેપસાંગમાં ઘૂસણખોરી કરી હતી, શુક્રવારે, સુત્રોએ કહ્યું કે, ભારતીય રડાર ટોહી ઉપગ્રહ આરઆઇએસએટી-2બીઆરઆઇ જિબૂતીમાં ચીન પીપલ્સ લિબરેશન આર્મી નેવી બેઝના ઉપરથી પસાર થયો હતો. આ કેમ્પ પીએલએએનનો પહેલો વિદેશી સૈન્ય કેમ્પ છે. જેને મોટા ખર્ચે બનાવવામાં આવ્યો છે. તાજેતરમાંજ રિપોર્ટ આવ્યા હતા કે ત્રણ ચીની યુદ્ધપોત જિબૂતી તટની પાસે તૈનાત કરાયા છે.

નોંધનીય છે કે, લદ્દાખની નજીકની બોર્ડર પર ચીની અને ભારતીય આર્મી વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, અને આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જોકે, ચીની પક્ષે પણ મોટાપાયે નુકશાન થયુ હતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ