ભવિષ્યમાં ચંદ્ર ભારતની ઉર્જાની જરુરિયાત પૂરી કરશે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કલ્પના ચાવલા સ્પેસ પોલિસી ડાયલોગ કાર્યક્રમમાં ઈસરોના વૈજ્ઞાનિક શિવાથાનું પિલ્લાઈએ આ આશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે ચંદ્ર પરનો હેલિયમ-3 ગેસ આપણી ઉર્જાની માગ પુરી થઈ શકે તેમ છે. બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ વડા હળવી શૈલીમાં કહ્યું કે આગામી વર્ષોમાં આપણે હનીમૂન માટે મુન પર જતાં હોઈશું.