સમગ્ર દેશભરમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે દરરોજ ઓછામાં ઓછા 60 હજારથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોની સંક્રમિતોની સંખ્યા 30 લાખની પાર થઇ ગઇ છે જ્યારે મોતનો કુલ આંક 56 હજારને પાર ચાલ્યો ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા મુજબ રવિવારના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 69,239 નવા કેસ સામે આવતાની સાથે સંક્રમિતોની સંખ્યા 30,44,941 થઇ ગઇ છે. જ્યારે 912ના મોત સાથે 56,706 લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી થનાારો મૃત્યુ દર ઘટીને 1.86 ટકા થઇ ગયો છે. જ્યારે દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને 74.90 ટકાએ પહોંચી ગયો છે.