ભારતમાં કોરોનાનો ફેલાવો બેફામ થઈ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 14,516 કેસો નોંધાતા કુલ આંકડો 4 લાખની નજીક 3,95,048 થઈ ગયો છે. છેલ્લા એક દિવસમાં દેશમાં વધુ 375 લોકોએ કોરોનાથી દમ તોડ્યો હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 2,13,830 લોકો સ્વસ્થ થતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,68,269 રહી છે. કોરોનાના દર્દીઓની સ્વસ્થ થવાની ટકાવારી 54.12 રહી છે. દેશમાં સળંગ નવમાં દિવસે કોરોનાના કેસો 10 હજારથી વધુ નોંધાયા હતા જે ચિંતાની બાબત છે. અનલોક 1 સાથે જ કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળો આવતો જોવા મળ્યો છે.