વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન અંતિમ દિવસે વોશિંગ્ટન સ્થિત રોનાલ્ડ રીગન સેંટરમાં ભારતીય સમુદાયને સંબોધીત કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ભારતની ૧૦૦થી વધુ પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓ ભારતને પરત આપવાનો અમેરિકાએ નિર્ણય લીધો છે. જે બદલ હું અમેરિકાની સરકારનો આભાર વ્યક્ત કરૂ છું. અગાઉ પણ મને અમેરિકાએ આ જ રીતે ભારતની પૌરાણીક વસ્તુઓ પરત કરી હતી. હું દુનિયામાં ક્યાંય પણ જાવ છું લોકોને લાગે છે કે આ જ વ્યક્તિ યોગ્ય છે. તેથી તેને આ વસ્તુઓ સોંપી દો. તે યોગ્ય જગ્યાએ તેને લઇને જશે.