વિશ્વના મોટાભાગના ખૂણામાં ભારતીયો વસે છે. ભારતીયો વિદેશોમાંથી કમાણી કરવામાં અવ્વલ બન્યા છે. 2023માં ભારતીયોએ વિદેશથી 120 અબજ ડોલર રેમિટન્સ સ્વરૂપે ભારત મોકલ્યા હતા. જે મેક્સિકોને મળેલા 66 અબજ ડોલરના રેમિટન્સ કરતાં બમણુ છે.
વર્લ્ડ બેન્ક દ્વારા જારી રિપોર્ટ અનુસાર, વિદેશમાંથી રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન ($50 અબજ), ફિલિપાઇન્સ ($39 અબજ) અને પાકિસ્તાન ($27 અબજ) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે. 2021-2022 દરમિયાન મજબૂત વૃદ્ધિ બાદ નીચી અને મધ્યમ આવકવાળા દેશો (LMICs)માં સત્તાવાર રેમિટન્સનું પ્રમાણ નીચુ રહ્યું હતું. જો કે, 2023માં $656 અબજે પહોંચ્યું હતું.