સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક અહેવાલ પ્રમાણે સ્વિસ બેંકમાં ભારતીયોના રોકાણમાં ૫૦ ટકાનો વધારો થયો છે. ભારતીયોનું ફંડ વધીને ૩૦,૫૦૦ કરોડ રૂપિયાને પાર પહોંચ્યું છે. આ ફંડ ૧૪ વર્ષની ટોચે છે. ૨૦૨૦માં ભારતીયોના પૈસા ૨૦,૭૦૦ કરોડ હતા. સતત બીજા વર્ષે ફંડમાં નોંધપાત્ર વધારો થયો છે.
ભારતીયોનું સ્વિસ બેંકમાં રોકાણ વધ્યું છે. સ્વિસ નેશનલ બેંકે વ્યક્તિગત, કંપનીઓ અને સંસ્થાઓના રોકાણનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. ભારતીયોના ફંડમાં ૫૦ ટકાનો વધારો થયો હતો. સ્વિસ બેંકમાં ભારતીયોનું રોકાણ સતત બીજા વર્ષે પણ વધ્યું હતું. ૨૦૨૦માં સ્વિસ બેંકમાં ભારતીયોના ૨૦,૭૦૦ કરોડ રૂપિયા હતા, જે ૨૦૨૧ના વર્ષમાં વધીને ૩૦,૫૦૦ થયા છે. જોકે, વ્યક્તિગત રોકાણની કેટેગરીમાં ફંડ એક વર્ષમાં ૮.૩ ટકા ઘટીને ૯૩૨ કરોડ રૂપિયામાંથી ૯૨૭ કરોડ રૂપિયા થયું છે.