કાળા નાણાં સામેની કેન્દ્ર સરકારની લડાઈના પગલે થોડાક વર્ષ માટે સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા થતું ભંડોળ ઘટયું હતું. જોકે, હવે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો અને કંપનીઓનું ભંડોળ વર્ષ ૨૦૨૦માં વધીને ૨.૫૫ અબજ સ્વિસ ફ્રાન્ક (અંદાજે રૂ. ૨૦,૭૦૦ કરોડથી વધુ)થયું છે, જે ૧૩ વર્ષની ટોચે છે. આ આંકડામાં સ્વિસ બેન્કોની ભારત સ્થિત શાખા અને અન્ય નાણાકીય સંસ્થાઓ મારફત જમા કરાવાયેલા ભંડોળનો પણ સમાવેશ થાય છે. સિક્યોરિટીઝ અને અન્ય વિકલ્પો મારફત આ હોલ્ડિંગમાં તીવ્ર ઊછાળો આવ્યો છે. જોકે, ગ્રાહકોની ડીપોઝિટ્સમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે.