ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિમેન્ટ T-20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચ ચાર રને જીતી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી દીધી છે. ભારતે 134 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 130 રન જ કરી શકી હતી. આ સાથે જ ભારતીય મહિલા ટીમે સેમિફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. ભારતીય ટીમમાંથી ઓપનર શેફાલીએ 34 બોલમાં સૌથી વધુ 46 રનનો સ્કોર નોંધાવ્યો, જેમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.