પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટે સમગ્ર દેશ પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આ શ્રેષ્ટ કામગીરીમાં ટીમ ઈન્ડિયા પણ જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ રાંચીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ આશરે 1 કરોડ રૂપિયાથી વધુ થાય છે.
જણાવી દઈએ કે, પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ખેલાડીને એક વન ડે રમવાના રૂપિયા 8 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હોય તેવા ખેલાડીઓને રૂપિયા 4 લાખ જેટલી રકમ મળતી હોય છે.