શેરમાર્કેટના નિષ્ણાતોના મતે ટ્રેડ વોર અને અમેરિકામાં ધિરાણ દરમાં વધારાની આશંકા તેમજ દેશમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આ સપ્તાહે શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા છે. વૈશ્વિક સ્તરે ટ્રેડવોર અને સ્થાનિક મોરચે રાજકીય અનિશ્ચિતતાના વાદળો ઘેરાતાં શેરબજારમાં વોલેટિલિટીની શક્યતા છે. મિક્સ્ડ મેક્રો ડેટા, નાણાકીય વર્ષ પૂર્ણ થવાને લગતા પ્રશ્નો તેમજ IPOના ઘોડાપૂરથી બજાર ઘટાડાની શક્યતા સાથે રેન્જ બાઉન્ડ રહેવાની શક્યતા છે.