વૈશ્વિક શેરબજારોની તેજીના સથવારે સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી રેકોર્ડ ટોચ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ પ્રથમ વખત 84000નું લેવલ ક્રોસ કરી 84213.21ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 25700 નજીક 25697.45ની ઐતિહાસિક ટોચ નોંધાવી છે.
11.15 વાગ્યે નિફ્ટી 275.60 પોઈન્ટ ઉછળી 25691.40ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, સેન્સેક્સ 999.74 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી એકમાત્ર ટીસીએસ 0.33 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય તમામ 28 શેર્સ 4 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે.