મેક્સિકોમાં સંપન્ન થયેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં ભારતે શૂટિંગ વર્લ્ડ કપમાં કુલ ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત કુલ નવ મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં ત્રણ ભારતીય શૂટર્સ હતા જેમાં સમિત સિંઘ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 116 શોટ સાથે 15મા સ્થાને રહ્યો હતો. જ્યારે અંગદ બાજવા 115 શોટ સાથે 18મા તથા શિરાઝ શેખ 112ના સ્કોર સાથે 30મા સ્થાને રહ્યો હતો.