ભારતી વૈજ્ઞાનિકોનો દાવો છે કે ડેન્ગ્યુંના ઈલાજ માટે તેમણે પહેલી દવા શોધી છે. આગલા વર્ષે આ દવા બજારમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થશે. દર વર્ષ સપ્ટેમ્બર આવતા-આવતા ડેન્ગ્યુંનો રોગચાળો ફેલાવાની શરૂઆત થઇ જાય છે. આયુષ્ય મંત્રાલય અંતર્ગત સ્વાયત્ત એકમ કેન્દ્રીય વિજ્ઞાન સંશોધન પરિષદ અને કર્ણાટકના બેલગામના ક્ષેત્રીય સંશોધન કેન્દ્ર આઈસીએમઆર એ પાયલોટ અભ્યાસ કરી લીધો છે.