ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ માઈક્રોસાઈઝ ટેલી ECG શોધ્યું. આ મશીનને મોબાઈલની જેમ ખિસ્સામાં રાખી શકાય છે. દેશમાં દર વર્ષે 20 લાખ લોકોના મૃત્યું હાર્ટ એટેકથી થાય છે અને અંતરિયાળ વિસ્તારોમાં હાર્ટ એટેકના કિસ્સામાં તાત્કાલિક સારવાર મળી શકતી નથી. ત્યારે હવે પોર્ટેબલ ECG આશિર્વાદરુપ નીવડશે. ECGથી ગામડામાં બેઠેલા દર્દીનો રિપોર્ટ મોબાઈલ ફોનથી શહેરમાં ડોક્ટરને મોકલી શકાશે.