દેશમાં એક તરફ કોરોના વૉરિયર્સ પર હુમલા થઈ રહ્યાં છે, તો બીજી તરફ આ યોદ્ધાઓનું સમ્માન પણ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે આર્મ્ડ ફોર્સે પણ કોરોના વૉરિયર્સના સમ્માન માટે તૈયારીઓ કરી લીધી છે. જે અંતર્ગત આજે દેશના અલગ-અલગ ભાગોમાં ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એર ફોર્સ અને ઈન્ડિયન નેવીએ કોરોના વિરૂદ્ધ લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડૉક્ટર્સ સહિત મેડિકલ સ્ટાફનું સમ્માન કરવા ખાસ તૈયારી કરી છે.
આ માટે આજે ઈન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટ ફ્લાઈંગ પાસ્ટ કરશે, તો આર્મીના બેન્ડ પરફોર્મ કરીને કોરોના વૉરિયર્સનો આભાર માનશે. ઈન્ડિયન એરફોર્સ ફ્લાઈપાસ્ટ દરમિયાન હોસ્પિટલો પર ફૂલોનો વરસાદ કરવામાં આવશે. આ ફ્લાઈપાસ્ટ ઈન્ડિયન એરફોર્સના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને ફાઈટર જેટથી શ્રીનગરથી તિરૂવનંતપુરમ અને દિબ્રૂગઢથી ગુજરાતના કચ્છ સુધી રહેશે.
ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા કોરોના યોદ્ધાઓને પોતાના આગવા અંદાજમાં સલામી આપવાનું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્વાગત કર્યું છે.