ક્રૂડમાં સામાન્ય તેજી અને ડોલરની સામાન્ય વધઘટ વચ્ચે ભારતીય ચલણમાં બુધવારના મધ્ય સત્રમાં વેચવાલી આવતા ડોલર સામે રૂપિયો 83ની સપાટી તોડી ઈતિહાસમાં સૌથી નીચી સપાટી 83.01 બંધ આવ્યો હતો. આજના દિવસે ડોલર સામે રૂપિયો 61 પૈસા ઘટીને બંધ આવ્યો છે. ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો હોવાથી ભારતની ક્રુડ ઓઈલ, ખાદ્યતેલ સહિતની આયાત મોંઘી થશે અને ભારતમાં આયાતી મોંઘવારીનો ભય વધી રહ્યો છે.