ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટ્રેનોમાં ભોજનના નામે થતી છેતરપિંડીઓથી મુસાફરોને બચાવવા માટે એક નવી એપ શરૂ કરવા જઈ રહ્યું છે. રેલવે મંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે રેલવે મુસાફરોની સુવિધા માટે “મેનુ ઓન રેલ” નામની એપ લોન્ચ કરાશે. આ એપ દ્વારા મુસાફરો ખાદ્ય પદાર્થો વિશે તમામ પ્રકારની માહિતિ મેળવી શકશે.