અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતેથી તાજેતરમાં એક ખાસ ગૂડસ ટ્રેન રવાના થઈ જેમાં ખાસ રેકમાં મારુતિ સુઝુકીની કાર હતી. મારુતિ સુઝુકીએ સમગ્ર દેશમાં પોતાની ઉત્પાદિત કારની હેરફેર કરવા માટે ભારતીય રેલવે વિભાગ સાથે હાથ મિલાવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાથી 125 કાર સાથેની ખાસ માલવાહક ટ્રેન રવાના થઈ હતી. રેલવે વિભાગને નૂરભાડાં દ્વારા પણ આવકમાં વધારો થવાનો છે.