ભારતીય રેલવે કોરોના વાઈરસ સંક્રમિત લોકોને અલગ રાખવા માટે પેસેન્જર કોચ અને કેબિન આપવા પર વિચાર કરી રહ્યું છે. સુત્રો અનુસાર, બુધવારે આ અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેમાં દરરોજ 13523 પેસેન્જર ટ્રેનો ફરે છે, પરંતુ કોરોના વાઈરસને પગલે તમામ પેસેન્જર ટ્રેનો 14 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ અંગે સુત્રોએ જણાવ્યું છે કે, ખાલી ડબ્બા અને કેબિનને કોરોના વાઈરસના દર્દીઓ માટે ICU તરીકે ઉપયોગ કરવના પ્રસ્તાવ પર રેલવે મંત્રીની રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવ, સહિત તમામ ઝોનના સંચાલક અને ડિવિઝન રેલવે મેનેજરો સાથે બુધવારે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.