ભારતીય મૂળના રિશિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનશે. બ્રિટનમાં પ્રથમ વખત હિન્દુ નેતા વડાપ્રધાનપદે બેસશે. રિશિ સુનક બ્રિટનના પ્રથમ અશ્વેત વડાપ્રધાન પણ બનશે. ૨૮મી ઓક્ટોબરે રિશિ સુનક બ્રિટિશ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. છેલ્લાં હરીફ પેન્ની મોર્ડન્ટે ઉમેદવારી પાછી ખેંચી લેતા સુનકનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. દિવાળીના દિવસે જ હિન્દુ નેતાની પસંદગી થઈ હતી.