કેલિફોર્નિયાના ગવર્નરની પોસ્ટ માટેના ઉમેદવારોમાં 22 વર્ષીય ઈન્ડિનય-અમેરિકન ઉમેદવાર અને પોતાના અનોખા ચૂંટણી પ્રચારથી મુળ ઉત્તરપ્રદેશનો શુભમ ગોયલ ચર્ચાનો વિષય બન્યો છે. શુભમ કેલિફોર્નિયાના રસ્તાઓ પર મેગાફોન લઈને નીકળે છે અને લોકો સાથે વાતચીત કરે છે અને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ચાર વર્ષની બે ટર્મથી જીતનાર ગવર્નર કરતા તે વધારે લાયક કેમ છે?