દેશ માટે ગર્વની વાત છે. હાર્વર્ડ લૉ સ્કુલમાં સેકન્ડ યરની ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની અપ્સરા અય્યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યુના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. લૉ રિવ્યુના 136 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય મૂળની મહિલાએ આ પદ સંભાળ્યુ છે.
હાર્વર્ડ લૉ સ્કુલના અંતર્ગત સંચાલિત થનારી લૉ રિવ્યુ એક એવી સંસ્થા છે, જે કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થનારા જનકલના લેખોની સમીક્ષા અને પસંદગીનું કામ કરે છે. આની સ્થાપના વર્ષ 1887માં થઈ હતી. 'ધ હાર્વર્ડ ક્રિમસન' એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે અપ્સરા અય્યરને હાર્વર્ડ લૉ રિવ્યુના 137મા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા.