ભારતીય નેવી દ્વારા આજે રવિવારના રોજ અરબ સાગરમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતુ. નેવીના અધિકારીઓએ આ બાબતે જાણકારી આપતા કહ્યુ હતું કે આજે બ્રહ્મોસ પ્રિસિજન સ્ટ્રાઈક મિસાઈલનું સફળતા પુર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે. જેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે અને તેમા સ્વદેશી સીકર અને બૂસ્ટર લગાવવામાં આવ્યા છે.