ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 12 કલાકના સાહસિક ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 23 પાકિસ્તાની નાગરિકોને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. 29 માર્ચે નાટકીય બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમેધાએ હાઇજેક કરાયેલા જહાજ FV અલ-કંબરને અટકાવ્યું ત્યારે ઓપરેશન શરૂ થયું હતું.