ભારતીય નૌકાદળે ઓનલાઈન જાસૂસીથી બચવા માટે કર્મચારીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરવા આદેશ કર્યો છે. નૌકાદળના મતે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 7 કર્મચારી સોશિયલ મીડિયા મારફતે સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને લીક કરતા હતા. જે અંગે આંધ્ર પ્રદેશ પોલીસે 20મી ડિસેમ્બરના રોજ નૌકાદળના 7 જવાનોની ધરપકડ કરી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓએ નેવી બેઝ, ડોકયાર્ડ અને યુદ્ધ જહાજો પર સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.